મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તેની કેટલીક જૂની તસવીરો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે.
જેમાં દીપિકા બસની છેલ્લી સીટ પર મુસાફરી કરી રહી છે અને તે ટ્રેનના સ્લીપર કોચમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે. તસવીરોમાં દીપિકાનો લુક ખૂબ જ અલગ દેખાઈ રહ્યો છે. આ તસવીરો તેના ચાહકોને ખૂબ જ ગમી છે.
આ જૂની તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, "એવું કહેવામાં આવે છે કે જીવનમાં હંમેશા આગળ રહેવું જોઈએ, પરંતુ ઘણીવાર તમારે પણ પોતાને યાદ અપાવવું જોઈએ કે તમે ક્યાંથી આવ્યા છો અને તમે શું ગુમાવ્યું છે. "
દીપિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તાજેતરમાં અભિનેત્રીના 5 કરોડ સબ સ્ક્રાઇબર્સ થઇ ગયા છે. આ ખાસ પ્રસંગે દીપિકાએ તેના ઇન્સ્ટા સ્ટોરી પર 50 મિલિયન લખીને તેની ફિલ્મોના જુદા જુદા લૂક શેર કર્યા હતાં.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે ફિલ્મ 'છપાક'માં જોવા મળી હતી. હવે આગામી ફિલ્મોમાં તે '' 83 'માં પોતાના રિયલ લાઇફ પતિ રણવીર સિંહ સાથે કામ કરતી જોવા મળશે.