મુંબઈ: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે બુધવારની સાંજે તેના પતિ અને અભિનેતા રણવીર સિંહ સાથે 'TPL-ટેબુ પ્રીમિયર લીગ' ની સીરીઝ રમી સમય પસાર કર્યો હતો.
ફિલ્મ 'તમાશા'ની અભિનેત્રીએ ગુરુવારના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગેમ સેશનની એક ફોટો શેર કરતાં કહ્યું હતું કે, આ બોર્ડ ગેમ ખૂબ જ કોમ્પિટિટિવ છે.
ઉલ્લેખનીય છે કે, 'છપાક' અભિનેત્રીએ આ મહિનાની શરૂઆતમાં ઘરે તેના પતિ અને અભિનેતા રણવીર સિંહનો જન્મદિવસ ઉજવ્યો હતો. જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી સેલિબ્રિટી કપલ ઘરે પોતાનો સમય પસાર કરી રહ્યા છે.
દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ, છેલ્લે દીપિકા પાદુકોણ ફિલ્મ 'છપાક'માં જોવા મળી હતી, જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી ન હતી. પરંતુ હવે ટૂંક સમયમાં દીપિકા રણવીર સિંહ સાથે ફિલ્મ '83' માં જોવા મળશે.
1983 માં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતની આ સ્ટોરી ટૂંક સમયમાં મોટા પડદે દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે. દીપિકા શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. અભિનેત્રી આગામી વર્ષે રિલીઝ થનારી ‘ધ ઇન્ટર્ન’ ફિલ્મની ઓફિશિયલ રિમેકમાં પણ જોવા મળશે.
ઉપરાંત, થોડા દિવસો પહેલા દીપિકાએ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું હજી સુધી કોઈ ટાઇટલ આપવામાં આવ્યું નથી. તે મોટા બજેટની ફિલ્મ હશે અને ઘણી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.