મુંબઈઃ કોરોના વાઈરસને લઈ ચાલી રહેલા લોકડાઉન દરમિયાન સતત શૂટિંગમાં વ્યસ્ત રહેતા બૉલિવૂડ સ્ટાર્સ ઘરમાં સમય વીતાવી રહ્યાં છે. આ દરમિયાન અભિનેત્રી દીપિકા પાદુકોણને સંગીતનો આભાર માન્યો છે. જે દરેક સમયમાં બધાની સાથે હોય છે.
મસ્તાની ગર્લ દીપિકાએ સોશિયલ મીડિયા પર પિયાનોની એક તસવીર શેર કરી હતી. તેમજ સંગતીને સમર્પિત કેપ્શન પણ લખ્યુંં છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, સંગીત વિના જીવન કેમ અધુરૂ છે.
દીપિકાએ ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે, 'સંગીત માટેે ધન્યવાદ, હું તમામ ગીતો માટે આભારી છે, જે આપણા જીવનમાં ખુશીઓ લાવે છે. આના વગર કોણ રહી શકે? હું બધાને પ્રમાણિકતાથી પુછું છું. જીવન કેવું હશે..? સંગીત અને નૃત્ય વિના, આપણે શું છીએ? એટલા માટે કહું છું કે સંગીત માટે ધન્યવાદ.'
34 વર્ષીય અભિનેત્રી લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે. આ સાથે પોતાની તસવીર અને કેટલીક બાબતો સોશિયલ મીડિયાના માધ્યથી ફેન્સ સાથે શેર કરતી રહે છે.