મુંબઈઃ રણબીર કપૂર અને દીપકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'નો એક કટ કરેલો સીન હાલ સોશિયલ મીડિયામં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર કપૂર અને દીપિકા બન્ને ઓનસ્ક્રિન સાથે ફ્લર્ટ કરતાં જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ સીન જેમાં રણબીર દીપિકા બન્ને ઓન સ્ક્રિન ફ્લર્ટ કરતાં જોવા મળે છે. જોકે ફિલ્મનો આ સીન ડિલિટેડ સીનમાંનો એક છે, જે તેમને ફિલ્મમાં ક્યાંય જોવા મળશે નહી.
સીનમાં કઈંક એવું છે કે બન્નીનો રોલ પ્લે કરતો રણબીર કપૂર અને નૈના એટલે કે દીપિકાની ઘરે જતાં જ તેને શોધવા લાગે છે. નૈના તો નથી મળતી પણ બાથરુમમાંથી શાવરનો અવાજ સંભળાતા બન્નીને લાગે છે કે નૈના બાથરુમમાં છે, જેથી તે બાથરુમ બહાર રહી ફ્લર્ટ કરવા લાગે છે. એવામાં દીપીકા પાછળથી આવે છે અને તેને બહાર કાઢી મુકે છે. આ દરમિયાન નૈનાની મમ્મી બાથરુમમાંથી આવે છે અને આ બધુ જોઈ બન્ની એટલે કે રણબીર કપુર શરમાઈ થઈ જાય છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જોકે ફિલ્મમાંથી આ સીનને કટ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે વીડિયો વાઈરલ થતાં લોકો તેની મજા માણી રહ્યાં છે.