ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Dear Father Release Date: આખરે 40 વર્ષના વિરામ બાદ આ અભિનેતાની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વાપસી - Dear Father Trailer Release

ગુજરાતી અભિનેતા પરેશ રાવલ બોલિવૂડમાં ખ્યાતિ હાંસિલ કર્યા બાદ આખરે 40 વર્ષ બાદ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરી છે. પરેશ રાવલ આગામી ગુજરાતી ફિલ્મ (Paresh Raval upcoming Gujarati Film) 'ડિયર ફાધર'માં નજર આવશે. જણાવીએ 'ડિયર ફાધર'નુ ટ્રેલર રિલીઝ (Dear Father Trailer Release) કરી દેવામાં આવ્યું છે, ત્યારે એ જાણવું મહત્વનું રહ્યું કે, આ ફિલ્મ સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ (Dear Father Release Date) થશે. વાંચો વિગતે..

Dear Father Release Date: આખરે 40 વર્ષના વિરામ બાદ આ અભિનેતાની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વાપસી
Dear Father Release Date: આખરે 40 વર્ષના વિરામ બાદ આ અભિનેતાની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વાપસી

By

Published : Feb 23, 2022, 10:37 AM IST

ન્યૂઝ ડેસ્ક: એક કહેવત છે કે, દરેક જગ્યાએ એક ગુજરાતી તો જોવા મળે જ..આ કહેવત પરેશ રાવલ પર એકદમ ફિટ બેસે છે. પરેશ રાવલ એક ગુજરાતી છે. જેણે બોલિવૂડમાં એક ગુજરાતી તરીકે તેના નામનો ડંકો વગાડ્યો છે. અભિનેતા પરેશ રાવલ બોલિવૂડમાં વર્સેટાઇલ એક્ટર તરીકે ઓળખાય છે. કોમેડી હોય કે, ડ્રામા દરેક ટાઇપની ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય કરી લોકોના દિલમાં એક આગવુ સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે હવે ઢોલિવૂડમાં (Paresh Raval upcoming Gujarati Film) પરત ફરી ગુજરાતીઓનું મનોરંજન કરવા જઈ રહ્યા છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ

આ બાદ પરેશ રાવલ હવે 40 વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરત ફરી આગામી ગુજરાતી ફિલ્મ 'ડિયર ફાધર' (Dear Father Trailer Release) માં પોતાનો કમાલ બતાવા જઇ રહ્યાં છે. આ સાથે તે આટલા વર્ષો બાદ પરત ફરી તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે.

આ પણ વાંચો:Shahrukh Khan Upcominfg Films: રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મોથી કરશે કમબેક કિંગ ખાન

જાણો ફિલ્મ સંબંધિત રસપ્રદ વાતો

ગુજરાતી ફિલ્મ 'ડિયર ફાધર' પર ગોરબતોલ કરીએ તો ફિલ્મ પરેશ રાવલના એ જ નામના નાટક પર આધારિત એક કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પરેશ રાવલ સાથે માનસી પારેખ અને ચેતન ધાનાણી મુખ્ય ભૂમિકામાં નજર આવશે. 'ડિયર ફાધર'ની સ્ટોરી પરિવારના ત્રણ સભ્યો અને તેના બોન્ડની આસપાસ ફરે છે. પરેશ રાવલ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. જેમાંથી એક રોલ લોકોને પેટ પકડી હસાવશે તો બીજો રોલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના પાત્રમાં નજર આવશે.

ફિલ્મ વિનસના બેનર હેઠળ બની છે

જણાવીએ કે, આ ફિલ્મ વિનસના બેનર હેઠળ અને ગણેશ જૈન અને રતન જૈન દ્વારા નિર્મિત છે. ફિલ્મ 'ડિયર ફાધર' 4 માર્ચ 2022ના રોજ રિલીઝ (Dear Father Release Date) થશે. આ ફિલ્મ ઉત્તમ ગડાના મરાઠી ભાષાના મૂળ નાટક કાટકોન ત્રિકોણ પરથી પ્રેરિત છે. ફિલ્મનું દિગ્દર્શન રણજીત વ્યાસે કર્યું હતું, જ્યારે ફિલ્મને નિર્દેશિત ઉમંગ વ્યાસે કરી છે.

આ પણ વાંચો:દિલ્હીમાં ગંગુબાઈ કાઠિયાવાડી પ્રમોટમાં આલિયા ભટ્ટનો વાઇટ સાડીમાં કાતિલાના લુક

ABOUT THE AUTHOR

...view details