મુંબઈ: કોરોના વાઇરસને કારણે આખું વિશ્વ સ્થિર થઈ ગયું છે. લોકડાઉનને કારણે, તમામ હસ્તીઓ તેમના ઘરોમાં સમય પસાર કરી રહી છે. બોલિવૂડ સેલેબ્સ હોય કે ક્રિકેટરો, દરેક પોતાને ફ્રેશ રાખવા જુદી જુદી યુક્તિઓ અજમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નરનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
હાલમાં જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઉપ-કપ્તાન ડેવિડ વોર્નરે તેમની પુત્રીનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે બોલિવૂડના ગીત 'શીલા કી જવાની' પર ડાન્સ કરતી જોવા મળે છે.વોર્નરે આ ગીત પર એક નહીં પરંતુ 2 વીડિયો શેર કર્યા છે. બંનેમાં તે પોતાની દીકરીઓ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.