- સોનુ સુદનો એક વીડિયો વાયરલ
- સોનુ સુદના વર્કઆઉટનો વીડિયો વાયરલ
- વીડિયો સાથે સોનુ સુદે આપી ચેતવણી
ન્યુઝ ડેસ્ક: કોરોનાકાળમાં જરૂરિયાતમંદોની મદદ કરનારા સોનૂ સૂદને લોકો 'ગરીબોના મસીહા' કહી રહ્યા છે. તેઓ એક દયાળુ હ્રદયવાળા માણસ છે જે લોકોના દિલમાં રાજ કરે છે. ફિલ્મોની સાથે જ સોનૂ સૂદ ફિટનેસમાં પણ હિટ છે. સોનૂ પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે. તેઓ પોતાના હેવી વર્કઆઉટ રૂટીનનો વિડીયો અવારનવાર ફેન્સ સાથે શેર કરતા રહે છે. સોનૂ સૂદેના ફક્ત પોતાની ઉદારતાથી લોકોને ઇન્સપાયર કર્યા છે, પરંતુ તેમનું ફિટનેસ રૂટીન પણ લોકોને મોટિવેટ કરે છે.
ફેન્સ સોનૂનો સ્ટેમિના જોઇને ચોંક્યા
સોનૂ બોલીવૂડના એક એવા અભિનેતા છે જેમના માટે ફિટનેસ પ્રાયોરિટી લિસ્ટમાં આવે છે. ઘણીવાર તેઓ આ વાત પોતાના ઇન્ટવ્યૂમાં જણાવી ચૂક્યા છે. હાલમાં જ સોનૂ સૂદે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે પોતાનો એક વર્કઆઉટ વિડીયો શેર કર્યો છે, ત્યારબાદ કેટલાક તેમનો સ્ટેમિના જોઇને ચોંકી ગયા છે તો કેટલાક સોનૂની ફિટનેસની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યા બાદ ફિલ્મોમાં પોતાનો હાથ અજમાવનારા સોનૂ સૂદની ફિટનેસ જોઇને કોઈપણ તેમના પર ફિદા થઈ શકે છે.
આ પણ વાંચો :Tokyo Paralympics 2020: નોઇડાના ડીએમ સુહાસ યથિરાજે બેડમિન્ટનની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો
ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો