ચંદીગઢઃ ફેમસ હરિયાણવી ડાન્સર સપના ચૌધરીના ડાન્સની એક ઝલક જોવા માટે લોકો પાગલ થઈ જતા હોય છે. તેના ફેન્સ માત્ર ફક્ત હરિયાણામાં જ નહીં દેશમાં પણ લાખો છે. હાલમાં જ પોતાના ચાહકોને બે બે આશ્ચર્યજનક સમાચાર મળ્યા. પહેલા તો એ કે સપનાએ છુપી રીતે પોતાના બોયફ્રેન્ડ વીર સાહુ સાથે લગ્ન કરી લીધા. તો બીજા સમાચાર એ છે કે કેટલાક દિવસ પહેલા જ તેણે એક બાળકને જન્મ આપ્યો છે.
આ તમામ વચ્ચે સપના ચૌધરીના પુત્રનો પહેલો ફોટો સામે આવ્યો છે, જે વાયુવેગે વાઈરલ થઈ ગઈ છે. નાનકડો મહેમાન જોવામાં તો પોતાની માં ઉપર ગયો છે. બાળકની આંખ અને ચહેરો સપના પર ગયો છે.
ડાન્સર સપના ચૌધરીએ બાળકને આપ્યો જન્મ તમને જણાવી દઈએ કે, સપનાએ આ રવિવારે બહાદુરગઢના ખાનગી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. હિસારમાં રહેતા સપનાના પતિ વીરુ સાહુએ મંગળવારે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી તમામને આ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, માં અને બાળક બંને સ્વસ્થ છે અને બંને ઘરે આવી ચૂક્યા છે.
સપના ચૌધરીના માતા બન્યા પછી સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે, જ્યાં લખવામાં આવી રહ્યું છે કે, ભાઈ લગ્ન વગર કોઈ કેવી રીતે માતા બની શકે છે. લોકોના આવા પ્રકારના સવાલોના જવાબ આપતા સપનાના પતિએ કહ્યું, મેં અને સપનાએ જાન્યુઆરી 2020માં લગ્ન કરી લીધા હતા. બંને પરિવારોની સહમતિથી લગ્ન કર્યા છે. પરિવારમાં કોઈકની મોત થઈ જવાના કારણે અમે આ ખબર મીડિયામાં ના આપી શક્યા.
ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિનાઓ પહેલા જ સપનાએ છુપી રીતે સિંગર વીર સાહુ ઉર્ફે બબ્બુ માન સાથે સગાઈ કરી તે સમાચાર ખૂબ વાઈરલ થયા હતા, જેના પર હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે. સપના ચૌધરી ટીવી રિયાલિટી શો બિગબોસ 11માં ભાગ લઈ ચૂકી છે. સપના પહેલા હરિયાણા સુધી જ સીમિત હતી, પરંતુ બિગબોસ દરમિયાન ભારતમાં પ્રખ્યાત થઈ ચૂકી હતી. ખાસ કરીને ઉત્તર ભારતમાં તેના ચાહકો વધારે છે.