મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી ડેઝી શાહે પોતાની યૂટ્યુબ ચેનલ લૉન્ચ શરુ કરી છે. અભિનેત્રીએ આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. ડેઝીએ કહ્યું કે, વીડિયો પ્રોજેકટ શરુ કરવા પાછળનું કારણ મારા બધા જ ફેન્સ રિયલ ડેઝીને જાણશે અને સ્વીકાર કરશે. ડેઝીએ કહ્યું કે, નવા પ્લેટફૉમના માધ્યથી હું આપ સૌ સાથે જોડાઈશ. હું યૂટ્યુબ પર નવી જર્ની શરુ કરવા માટે રોમાંચિત છું અને મને વિશ્વાસ છે કે મને ખુબ પ્રેમ મળશે".
બૉલિવૂડ અભિનેત્રી ડેઝી શાહે શરુ કરી યૂટ્યુબ ચેનલ, જુઓ વીડિયો - અભિનેત્રી ડેઝી શાહ
'જય હો અને' 'રેસ 3' જેવી ફિલ્મોમાં જોવા મળેલી બૉલિવૂડ અભિનેત્રી ડેઝી શાહે પોતાની યૂટ્યુબ ચેનલ લૉન્ચ કરી છે. આ વિશે ડેઝી શાહેનું કહેવું છે કે, હું યૂટ્યુબ પર નવી સફર શરુ કરવા પર રોમાંચિત છું અને મને વિશ્વાસ છે કે મને લોકો પ્રેમ જરુર મળશે.

Daisy Shah
વીડિયોમાં દ્વારા ફેન્સ ડેઝીની મસ્તી સાથે ફિટનેસ રાજ, રસોઈ બનાવવાનું તેમજ જીવન શૈલી સંબંધિત વાતોને જાણી શકશે. ચેનલ પર અપલોડ કરેલા વીડિયોમાં ડેઝી ફેન્સને જણાવે છે કે, ફાઈનલી હું યુટ્યુબ પર આવી ગઈ છે. હું ખુબ ખુશ છે.
મહત્વનું છે કે, અભિનેત્રી ડેઝી શાહની વર્કફન્ટની વાત કરીએ તો ડેઝી ટૂંક સમયમાં 'સી યૂ ઈન કોર્ટ'માં જોવા મળશે.