સુપરસ્ટાર સલમાનખાન સ્ટારર એક્શન ડ્રામા ફિલ્મ દબંગ-3 ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ત્રીજા દિવસે લાંબી છલાંગ મારી છે. ત્રીજા દિવસે ફિલ્મની કમાણી અંદાજે 12 કરોડ રુપિયા સુધી પહોંચી હતી. ત્રણ દિવસ બાદ ફિલ્મ 50 કરોડની કમાણી પાર કરતા 81.15 કરોડ સુધી પહોચી છે.
સમગ્ર દેશમાં ચાલી રહેલા આંદોલનથી પ્રભાવિત થાય બાદ ફિલ્મે શાનદાર કમાણી કરી કુલ 81.15 કરોડ સુધી પહોંચી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ટુંક સમયમાં જ 100 કરોડના કલબમાં સામેલ થશે.
ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આર્દશે તેમના ઓફિશયલ ટ્વિટર હૈન્ડલ પર ફિલ્મ બોકસ ઓફિસ કલેક્શન ડેટા શેર કર્યા હતા. ક્રિટિકે લખ્યું કે, દબંગ-3 બિઝનેસના આંદોલન દ્વારા પ્રભાવિત કરવા બદલ તેમના ઓપનિંગ વીકેન્ડમાં 80 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે શુક્રવારે 24.50 શનિવારે 24.75 અને રવિવારે 31.90 કરોડની કમાણી કરતા કુલ 81.15 કરોડની કમાણી કરી છે.
ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, કિચ્ચા સુદીપ અને સાંઈ માંજેકર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મથી સાંઈ માંજેકરે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં પ્રભુદેવા અને સલમાન ખાને સાથે વોન્ટેડ બાદ બીજી વખત કામ કર્યુ છે.અભિનેતા તેમની વધુ એક એક્શન થ્રિલર ફિલ્મ રાધેનું શૂંટિગ કરી રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાનની સાથે રણદીપ હુડ્ડા પણ જોવા મળશે. રાધે ફિલ્મ 2020 ઈદ પર રિલીઝ થશે.