ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'દબંગ 3' ટ્રેલર રિલીઝ, એન્ટરટેઈનમેન્ટનો ટ્રિપલ ડોઝ લઈને આવ્યા છે ચુલબુલ પાંડે - bollywood news

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને બુધવારે પોતાની આગામી ફિલ્મ દબંગ 3નું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. દબંગ 3માં ચુલબુલ પાંડે એન્ટરટેઈનમેન્ટનો ટ્રિપલ ડોઝ લાવ્યો છે. 3 મિનિટનું ટ્રેલર સલમાનના ફેન્સ માટે એક્સાઈમેન્ટનું અલગ લેવલ લઈને આવ્યું છે.

dabangg 3

By

Published : Oct 23, 2019, 11:45 PM IST

અભિનેતા સલમાન ખાને પોતાના ટ્વિટર હેંડલ પર ટ્રેલર શેર કરતા પોતાના ફેન્સને પોતાના બિઝી ટાઈમમાંથી થોડો સમય કાઢીને 'દબંગ 3' જોવા કહ્યું છે.

ત્રણ મિનિટના ટ્રેલરની શરૂઆતમાં સલમાન ખાનના પાત્ર ચુલબુલ પાંડેને પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં 'પોલીસવાલા ગુંડા' તરીકે રજૂ કરે છે, ત્યારબાદ તે તેની જૂની સ્ટાઈલની ઝલક આપતા પ્રમોશનની માગ કરતા ઓફિસરને શૂટ કરે છે.

ત્યારબાદ ચુલબુલ પોતાની પત્ની 'સુપર સેક્સી' રજજો ઉર્ફે સોનાક્ષી સિંહાને ટ્રેલરમાં ઈન્ટ્રોડ્યૂસ કરે છે. જે તેના ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

પ્રભુદેવા ડાયરેક્ટેડ અને સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રોડયૂસ્ડ 'દબંગ 3' આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

ABOUT THE AUTHOR

...view details