અપકમિંગ ફિલ્મ ‘દબંગ 3’ના વિલન સુદીપનું પહેલું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સલમાન ખાને ટ્વીટર પર આ પોસ્ટર શૅર કરતા કહ્યું કે, વિલન જિતના બડા હો, ઉસસે ભિડને મેં ઉતના હી મજા આતા હૈં, પેશ હૈં ‘દબંગ 3’ મેં બાલી કે રોલ મે કિચ્ચા સુદીપ. પોસ્ટરમાં સુદીપ સૂટબૂટમાં ગુસ્સામાં જોવા મળે છે. તેના બેકગ્રાઉન્ડમાં આગ દેખાય છે.
દંબગ 3થી સામે આવ્યો કિચ્ચા સુદીપનો લુક પોસ્ટર - દંબગ 3થી સામે આવ્યો કિચ્ચા સુદીપનો લુક પોસ્ટર
મુંબઇ: અભિનેતા સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ને લઇ જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સલમાન ખાનની ફિલ્મના વિલેનને પણ ઇન્ડ્રોડ્યૂસ કરાયા છે. સાઉથ અભિનેતા કિચ્ચા સુદીપ ફિલ્મમાં વિલેન બલ્લીનો પાત્ર ભજવી રહ્યા છે.
દંબગ 3થી સામે આવ્યો કિચ્ચા સુદીપનો લુક પોસ્ટર
6 ઓક્ટોબરના રોજ જ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. સલમાને ટ્વીટર પર આ અંગેની માહિતી આપી હતી. તેણે વીડિયો શેર કરીને સ્વ. એક્ટર વિનોદ ખન્નાને યાદ કર્યાં હતાં. સલમાને આ વીડિયોમાં કહ્યું હતું કે, ‘દબંગ 3’નું શૂટિંગ વીકેસરના (વિનોદ ખન્ના) જન્મદિવસ પર પૂરું થયું છે. આ ફિલ્મમાં વિનોદ ખન્નાનો રોલ તેમના ભાઈ પ્રમોદ ખન્નાએ પ્લે કર્યો છે. પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થશે.