સલમાન ખાન પ્રોડક્શને ટ્વીટ કરી હતી, દરેકની ભાવનાઓને ધ્યાનમાં રાખીને અમે સ્વેચ્છાએ ‘હુડ હુડ દંબગ’માંથી કેટલાંક દ્રશ્યો હટાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુદેવાએ કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, સાંઈ માંજરેકર, કિચ્ચા સુદીપ તથા પ્રમોદ ખન્ના છે.
"દબંગ 3"ના રીલિઝ પહેલા નિર્માતાએ ફિલ્મમાંથી વિવાસ્પદ સીન હટાવ્યા - ફિલ્મમાંથી વિવાસ્પદ સીન હટાવ્યા
મુંબઇ : સલમાન ખાનની ફિલ્મ "દબંગ 3" ના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે તેમણે સહમતિથી પોતાની ફિલ્મના ટાઇટલ ટ્રેકમાંતી વિવાસ્પદ સીન હટાવ્યા છે. ‘દબંગ 3’ના ગીત ‘હુડ દબંગ..’માં બેકગ્રાઉન્ડમાં હિંદુ સાધુઓ ડાન્સ કરતાં જોવા મળશે નહીં. સલમાન ખાન પ્રોડક્શને ટ્વિટર પર એક ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી હતી. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. રિલીઝના બે દિવસ પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
" દબંગ 3" ની રીલિઝ આગાઉ નિર્માતાએ ફિલ્મમાંથી વિવાસ્પદ સીન હટાવ્યા
હિંદુ જનજાગૃતિ સમિતિએ ફિલ્મના ટાઈટલ સોંગ ‘હુડ હુડ દંબગ’માં સાધુઓને ડાન્સ કરતાં બતાવવા પર વિરોધ કર્યો હતો. સમિતિના મહારાષ્ટ્ર તથા ઝારખંડના સંગઠક સુનીલ ઘનવતે ફિલ્મના ગીતની કોરિયોગ્રાફી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સાધુઓને સલમાનની સાથે આપત્તિજનક રીતે ડાન્સ કરતા બતાવવામાં આવ્યા છે, જેનાથી હિંદુ ભાવનાને ઠેસ પહોંચી છે.