ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ફિલ્મના પહેલા દિવસના આંકડા શેયર કર્યા છે. જેમાં ફિલ્મના તમામ વર્ઝનનું ટોટલ કલેક્શન છે.
જો કે, ફિલ્મની રિલીઝ અગાઉ દંબગ-3ના પહેલા દિવસની કમાણી 40 કરોડ સુધી થવાનો અંદાજો હતો. પરંતુ દેશમાં નાગરિકતા બિલના વિરોધના કારણે ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો છે.
જો કે, હજી સુધી સલમાન ખાને તેની ઘણી ફિલ્મ્સનો રેકોર્ડ તોડ્યો છે. પ્રભુદેવા દિગ્દર્શિત આ ફિલ્મ સાથે સલમાને પોતાની સાત ફિલ્મ્સના પહેલા દિવસના સંગ્રહનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. જેમાં દબંગ (14.50 કરોડ), વીર (7 કરોડ), રેડી (13.15 કરોડ), બોડીગાર્ડ (21.60 કરોડ), દબંગ 2 (21.10 કરોડ), જય હો (17.75 કરોડ), ટ્યુબલાઇટ (21.15 કરોડ) નો સમાવેશ થાય છે. દબંગ 1 એ પહેલા દિવસે 14.50 કરોડ અને દબંગ 2 એ પહેલા દિવસે 21.10 કરોડનું ટર્નઓવર કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, દબંગ 3ની વાર્તા ચુલબુલ પાંડેના ભૂતકાળની છે. ફિલ્મમાં સલમાન ખાન ફરી એકવાર ચુલબુલ પાંડેનું પાત્ર ભજવી રહ્યો છે. આ વખતે તે પહેલાથી જ જુવાન દેખાઈ રહ્યો છે. સલમાન સાથે સોનાક્ષી સિંહા આ ફિલ્મમાં રોમાન્સ કરતી જોવા મળે છે. વળી, અભિનેત્રી સાંઇ માંજરેકરે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે.