ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુપમ ખેરનું સરકાર પર નિશાન, છબીઓ બનાવવા કરતાં જીવ બચાવવો વધારે મહત્ત્વ - To save peoples lives provide facilities

અભિનેતા અનુપમ ખેર ઘણી વખત કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા હોય છે. પરંતુ તાજેતરમાં અભિનેતાએ સ્વીકાર્યું છે કે, સરકાર કોરોનાના સંકટને સંભાળવામાં ચૂકી ગઇ છે. તેમનુ માનવું છે કે, હજી સમય બાકી છે, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય છે.

અનુપમ ખેર
અનુપમ ખેર

By

Published : May 16, 2021, 6:49 AM IST

  • મહામારીની સ્થિતિને સંભાળી ન શકતા સરકારની ટીકા થઈ રહી
  • અભિનેતા અનુપમ ખેરે સ્વીકાર્યું કે, લોકોનો ગુસ્સો ખોટો નથી
  • સરકાર જો લોકો માટે કોઈ કામ ન આવે તો તે દુ:ખની વાત

હૈદરાબાદ :આખો દેશ કોરોનાની બીજી લહેર સામેે સંઘર્ષ કરી રહ્યો છે. સમયસર મેડિકલ સુવિધાઓ ન મળવાને કારણે દર્દીઓના મોત થઈ રહ્યા છે. મહામારીની સ્થિતિને સંભાળી ન શકતા સરકારની ટીકા થઈ રહી છે, લોકોમાં રોષ છે. તાજેતરમાં અભિનેતા અનુપમ ખેરે પણ સ્વીકાર્યું છે કે, લોકોનો ગુસ્સો ખોટો નથી. અભિનેતા ઘણીવાર સરકારની તરફેણમાં બોલે છે, અને આ પહેલીવાર છે જ્યારે તેમણે સરકારની ટીકા કરી છે.

લોકોના જીવન બચાવવા, સુવિધાઓ પૂરી પાડવાની અને બેડ તૈયાર કરવા જરૂરી

એક ટીવી ચેનલ પર એક ઇંટરવ્યૂ દરમિયાન કોરોનો સંકટ પર વાત કરતા અભિનેતાએ કહ્યું હતું કે, 'સરકારોએ આ વાતનું ધ્યાન લેવું જોઈએ તોે આ સમયે લોકોના જીવન બચાવવા, સુવિધાઓ પૂરી પાડવાની અને બેડ તૈયાર કરવો જરૂરી છે... કોઈપણ સરકાર હો... આ ગુસ્સો ખૂબ જ કાયદેસર છે. '

આ પણ વાંચો : સુશાંત સિંહના નિધન પર અનુપમ ખેરે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, "સુશાંતે આવું કેમ કર્યું?"

સરકાર હજી પણ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકે

અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે, હજી સમય બાકી છે. સરકાર હજી પણ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકે છે. અનુપમનું માનવું છે કે, લોકોએ સરકારની પસંદગી કરી છે. તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર અને જો લોકો માટે કોઈ કામ નહીં આવે તો તે માત્ર ગુસ્સા જ નહીં દુ:ખની વાત છે.

આ પણ વાંચો : અનુપમ-નસીરૂદ્દીન વચ્ચે શીત યુદ્ધ, એકે કહ્યું- જોકર તો બીજાએ કહ્યું- નીરસ

સરકારનો પ્રયાસ રાહત આપવાને બદલે પોતાની છબિ બનાવવાનો

અભિનેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું સરકારનો પ્રયાસ હજી રાહત આપવાને બદલે પોતાની છબિ બનાવવાનો છે. ત્યારે તેમણે કહ્યું કે, સરકારની માટે આવશ્યક છે કે, પડકારનો સામનો કરવો પડે અને તેમણે પસંદ કરેલા લોકો માટે કંઇક કરવું જરૂરી છે.

અભિનેતાએ 'પ્રોજેક્ટ હીલ ઈંડિયા' નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો

તાજેતરમાં અભિનેતાએ 'પ્રોજેક્ટ હીલ ઈંડિયા' નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. આ અંતર્ગત, તે ભારતભરમાં મફત તબીબી સહાય અને અન્ય રાહત સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે.

ABOUT THE AUTHOR

...view details