મુંબઇઃ દુનિયાના તમામ સ્થળોએ સેલેબ્સ આ સમયે કોરોના વાઇરસ મહામારી સામે લડવા માટે પોતાનું યોગદાન આપી રહ્યાં છે. ફંડ એકઠું કરવાથી લઇને ફ્રન્ટલાઇન પર હેલ્થકેર વર્કર્સને મદદ કરવા સુધી પોતાની ક્ષમતા જેટલો સહયોગ આપી રહ્યાં છે.
ડૉકટર્સ, નર્સેસ અને પેરા મેડિકલ સ્ટાફના ઘર માટે મુંબઇમાં પોતાની જૂહુ સ્થિત હોટલ આપ્યા બાદ બી-ટાઉન સ્ટાર સોનૂ સુદે હવે જરુરિયાતમંદોની મદદ માટે એક વિશેષ ભોજન અને રાશન અભિયાન શરુ કર્યું છે.
સોનૂએ પોતાના દિવંગત પિતા શક્તિ સાગર સૂદના નામે આ પહેલની શરુઆત કરી છે. જેનો ઉદેશ મુંબઇમા દૈનિક આધાર પર 45000થી વધુ લોકોને ભોજન પુરું પાડવાનો છે. ભોજન અને રાશન ડ્રાઇવને શક્તિ અન્નદાનમ કહેવામાં આવી રહ્યું છે અને આ તેના દિલની ખૂબ જ નજીક છે.
અભિનેતાને લાગે છે કે, લોકોની મદદ કરવી અને તેમને જમાડવા ખૂબ જ જરુરી છે, કારણ કે આ સમયની જરુરિયાત છે અને દુઃખની વાત છે કે, કેટલાય લોકો પાસે ભોજન નથી. આ પહેલીવાર નથી કે, સોનૂ સુદે પોતાના પિતાના નામ પર જનતાની મદદ કરી હોય.
આ વિશે વાત કરતા સોનૂએ આગળ કહ્યું કે, 'અત્યારે આપણે બધા કોરોના વાઇરસ સામે કઠિન સમયમાં એક સાથે છીએ. આપણામાંથી અમુક લોકોને ભોજન અને આશ્રયની સુવિધા છે, પરંતુ એવા લોકો પણ છે. જેમણે કેટલાય દિવસોથી જમ્યું નથી. આ સમયે તેમની મદદ કરીને દેશભક્તિ કરવાનો છે.'