મુંબઇ: સ્ટાર કપલ પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસે મંગળવારે કહ્યું હતું કે, તેઓએ કોરોના વાઇરસની મહામારી સામે લડવામાં મદદ માટે ઘણી સંસ્થાઓમાં પોતાનુ યોગદાન આપ્યુ છે. જેમાં, પીએમ-કેર્સ ફંડ પણ શામેલ છે.
કપલે જે અન્ય સંસ્થાઓને દાન આપ્યું છે, તેમાં યુનિસેફ, ફીડિંગ અમેરિકા, ગુંજ, ડોકર્સ વિથ બોર્ડરનો કિડ હંગરી, ગીવ ઇંડિયા અને અન્ય સંસ્થાનો પણ સમાવેશ થાય છે.
અભિનેત્રીએ લોકોને ડોનેશન આપવા માટે અપીલ પણ કરી હતી. જેથી જરૂરીયાતમંદોને મદદ મળી શકે. પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'વિશ્વને આ સમયે આપણી સૌથી વધુ જરૂર છે. આ સંસ્થાઓ ખૂબ સારુ કાર્ય કરી રહી છે અને કોવિડ 19 અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહી છે તેમજ ભૂખ્યાને ખોરાક આપી રહ્યા છે, ડોકટરો અને સ્ટાફને સમર્થન આપી રહ્યા છે, ઓછા વેતન મેળવતા લોકોને, બેઘર લોકોને મદદ કરે છે.
'સ્કાય ઇઝ ધ પિંક' તારાએ લોકોને ડોનેશન આપવાની પણ અપીલ કરી લખ્યું કે, આ સંસ્થાઓને તમારા સપોર્ટની જરૂર છે. હું આ દરેક સંસ્થા સાથે જોડાયેલી છું અને કોઇપણ દાન નાનુ નથી હોતું. દરેક લોકોએ ભેગા મળીને વિશ્વની મદદ કરવી જોઇએ.