- દેશમાં કથળી રહી છે કોરોનાની સ્થિતિ
- સેલિબ્રિટી કપલ અનુષ્કા અને વિરાટ આવ્યા આગળ
- દેશ માટે એકઠું કરી રહ્યાં છે ફંડ
મુંબઇ: સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી કોવિડ ક્રાઇસિસ સમયે લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. આ કપલ ક્રાઉડ ફંડિગ પ્લેટફોર્મ કેટ્ટો સાથે જોડાયું છે અને તેમણે કેમ્પેઇન #InThisTogether અને આ કેમ્પેઇન અંતર્ગત તેમણે 2 કરોડનું ફંડ ભેગું કર્યું છે અને તેમનો લક્ષ્ય છે કે તેઓ 7 કરોડ સુધી ફંડ ભેગું કરી શકે.
દેશ મુશ્કેલીમાં છે : અનુષ્કા
અનુષ્કા શર્માએ કહ્યું હતું કે," ભારત અત્યારે અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે અને કોવિડ - 19ની બીજીવેવ જીવલેણ સાબિત થઇ રહી છે આ સ્થિતિએ દેશને મુશ્કેલીમાં ધકેલ્યો છે. આસ્થિતિમાં આપણે બધાએ સાથે ઉભા રહેવાનું છે અને આપણે આપણા દેશના એ ભાઇઓ માટે આગળ આવવાનું છે જેને આપણી મદદની જરૂર છે. વિરાટ અને હું લોકોને આ તકલીફમાં જોઇને ખૂબ જ દુ:ખી છીએ અને આશા રાખીએ છીએ કે આ ફંડ આપણને મદદ કરશે. અમે દરેક વ્યક્તિની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યાં છીએ. આ પ્રાર્થનાઓ અનેક લોકોના જીવ બચાવશે કેમકે આપણે સાથે મળીને કામ કરી રહ્યાં છીએ."