ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Porn Film Case: રાજ કુંદ્રાને અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

મુંબઇની એક અદાલતે પોર્નોગ્રાફી કેસ (Porn Film Case) મામલે શિલ્પા શેટ્ટી (SHILPA SHETTY HUSBAND) ના પતિ રાજ કુંદ્રા ( Raj Kundra) અને રયાન થોર્પને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

Porn Film Case: રાજ કુંદ્રાને અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો
Porn Film Case: રાજ કુંદ્રાને અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

By

Published : Jul 27, 2021, 2:08 PM IST

Updated : Jul 27, 2021, 2:16 PM IST

  • રાજ કુંદ્રાને અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો
  • 27 જુલાઈએ રાજ અને રાયન થર્પના પોલીસ રિમાન્ડ પુરા થયા
  • રાજ કુંદ્રાની કંપનીમાં જ કામ કરતા 4 કર્મચારી બનશે સાક્ષી

હૈદરાબાદ: પોર્નોગ્રાફી કેસ(Porn Film Case) માં ફસાયેલા બિઝનેસમેન રાજ કુંદ્રા ( Raj Kundra) ને અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તેની સાથે કોર્ટે રાયન થર્પને રાહત આપી નથી. આજે એટલે કે 27 જુલાઈને મંગળવારે બંનેના પોલીસ રિમાન્ડ પુરા થયા હતા.

પોર્નોગ્રાફી કેસમાં ચાર નવા સાક્ષીઓ આગળ આવ્યા

રાજ કુંદ્રા અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ઝડપાયા છે ત્યારથી જ દરરોજ આ બાબતે કંઈક નવું નવું સામે આવી રહ્યું છે. અગાઉ રાજ અને 11 આરોપીઓને શુક્રવાર સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ આ તારીખ વધારવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને એજન્સી સંપૂર્ણ રીતે તપાસમાં લાગી છે. આ કેસમાં ચાર નવા સાક્ષીઓ આગળ આવ્યા છે. આ કેસમાં સાક્ષીઓના ઉમેરા સાથે મુંબઇ ક્રાઈમ બ્રાંચ (Mumbai crime branch) ને ચોક્કસપણે કેસ સંબંધિત જરૂરી માહિતી મળશે.

Porn Film Case: રાજ કુંદ્રાને અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

રાજની કંપનીમાં જ કરતા કામ

ANIના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કેસમાં આગળ આવેલા ચાર નવા સાક્ષીઓ ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની કંપનીમાં કર્મચારી તરીકે નોકરી કરતા હતા. આવી સ્થિતિમાં તેમના નિવેદનો ભવિષ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકા અંગે તપાસ ચાલુ

તાજેતરમાં જ જ્યારે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારંબેને પત્રકાર પરિષદથી શિલ્પા શેટ્ટીની રાજ કુંદ્રાના વ્યવસાયમાં સામેલ થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, અભિનેત્રીની તેમાં કોઈ ભૂમિકા મળી નથી, પરંતુ તેની તપાસ ચાલુ છે.

અગાઉ એચ એકાઉન્ટ્સ નામના વોટ્સએપ ગૃપ ચેટ્સમાંથી લેવામાં આવેલા પ્રિન્ટઆઉટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. નેટીઝન દ્વારા પુષ્ટિ ન અપાયેલા દાવા સૂચવે છે કે, ગૃપના સહભાગીઓમાંથી એક અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા પણ છે. પ્રિન્ટઆઉટના ફોટોગ્રાફ્સ બતાવે છે કે, અશ્લીલ ફિલ્મોના નિર્માણ દ્વારા કેટલી આવક થઈ અને કેવી રીતે વ્યવહાર કરવામાં આવ્યા.

મુંબઈ પોલીસનો એક ચોંકાવનારો ઘટસ્ફોટ

મુંબઈ પોલીસે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, ધરપકડ કરવામાં આવેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રા અને તેના બનેવી પ્રદીપ બક્ષી ભારત, બ્રિટન અને યુકે સ્થિત તેમની સામગ્રી પ્રોડકશન કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય પોર્ન ફિલ્મ રેકેટના કથિત માસ્ટરમાઇન્ડ છે. વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિ.ના માલિક, જેને સંયુક્ત રીતે દંપતી દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, જ્યારે બ્રિટીશ નાગરિક બક્ષી, કે જેના લગ્ન કુંદ્રાની બહેન સાથે થયા છે, તે લંડનના કેનરીન લિમિટેડના અધ્યક્ષ છે. મુંબઈના સંયુક્ત પોલીસ કમિશનર મિલિંદ ભારંબે કહ્યું હતું કે બંને કંપનીઓ પાસે કેનરીન લિમિટેડ દ્વારા વિકસિત હોટશોટ્સ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ નામની મોબાઇલ એપ્લિકેશન હતી.

આ પણ વાંચો:રાજ કુંદ્રાના કેસમાં તેની જ કંપનીના 4 કર્મચારીઓ બનશે સાક્ષી

હોટશોટ્સ એપ્લિકેશન વિશ્વની પ્રથમ 18+ એપ્લિકેશન

હોટશોટ્સ એપ્લિકેશનને વિશ્વની પ્રથમ 18+ એપ્લિકેશન તરીકે વર્ણવવામાં આવી છે, જેમાં વિશિષ્ટ ફોટા, ટૂંકી ફિલ્મો અને હોટ વીડિયોઝમાં વૈશ્વિક સ્તરે કેટલાક હોટ મોડેલ્સ અને સેલેબ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે - જેમાં સોફ્ટ ટુ-હાર્ડ પોર્નનો સમાવેશ છે. ભારંમબેએ મીડિયાને અહીં જણાવ્યું હતું કે, ફ્રી ટૂ ડાઉનલોડ એપ્લિકેશન તેની સામગ્રીના પ્રકાર માટે એપલ અને ગૂગલ પ્લે સ્ટોર બંને દ્વારા બંધ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુંબઇ પોલીસે અનેક હોટશોટ મૂવીઝ, વીડિયો ક્લિપ્સ, વોટ્સએપ ચેટ્સ વગેરે જેવા અનિયમિત પુરાવા પ્રાપ્ત કર્યા છે.

Last Updated : Jul 27, 2021, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details