મુંબઈ: ઉર્વશી રૌતેલા માટે હોળી સેલિબ્રેશન પ્રાઇવેટ હશે. તે કોરોના વાયરસના કારણે પરિવાર અને દોસ્તોની સાથે હોળીની ઉજવણી નહીં કરે. તેણે જણાવ્યું કે, આ વખતે હું હોળીની ઉજવણી કરવા બહાર નહી જાઉ, હું ઘરે જ મારા પરિવાર અને દોસ્તો સાથે ઉજવણી કરીશ". ઉત્તરાખંડની અત્રિનેત્રી ઉર્વશીએ તેની જુની યાદો યાદ કરતા કહ્યું કે,હોળી હમેંશાથી તેના માટે ખાસ ઉત્સવ રહ્યો છે.
કોરોના વાયરસને કારણે ઉર્વશી ભયભીત, આ વખતે મિત્રો સાથે નહીં ઉજવે હોળી - જીવલેણ કોરોના વાયરસ
સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસ વધી રહ્યો છે. ત્યારે ફિલ્મી જગતના કેટલાંક કલાકારોએ આ વખતે હોળીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પણ કોરોના વાયરસના કારણે આ વર્ષે મિત્રો સાથે હોળીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસને લઇ ઉર્વશી ભયભીત,આ વખતે દોસ્તો સાથે નહીં ઉજવે હોળી
કોરોના વાયરસને લઇ ઉર્વશી આગાઉ પણ ગ્રીસનો પ્રોગ્રામ રદ્દ કર્યો છે.ત્યારે હાલમાં જ તે ગ્રીસમાં હાઇપ્રોફાઇલ લગ્નમાં પરફોર્મ કરવાની હતી.જોકે તેણે જીવલેણ વાયરસના કારણે તેની આ યાત્રા પણ કેન્સલ કરી હી.તો કોરોનાના કારણે દીપિકાએ પણ પોતાની પેરિસ યાત્રા કેન્સલ કરી હતી.