ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના વાઈરસ પર ફિલ્મ બનાવવાની જાહેરાત, ફિલ્મમાં રજૂ થઇ શકે છે અનેક રહસ્યો... - Coronavirus mystery movie by filmmaker Pratyush Upadhyay

ફિલ્મકાર પ્રત્યુષા ઉપાધ્યાયે કોરોના વાઈરસ મહામારી આધારિત ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં કોરોના પાછળના કેટલાક રહસ્યો છે જે લોકોથી છુપાવવમાં આવ્યાં છે તેને ઉજાગર કરવામાં આવશે.

ETv Bharat
Pratyush Upadhyay

By

Published : May 3, 2020, 4:15 PM IST

મુંબઈઃ દેશભરમાં કોરોના વાઈરસ કહેર મચાવી રહ્યો છે. આ ગંભીર વિષય પર બૉલીવૂડના નિર્દેશકે ફિલ્મ બનાવવાનું મન બનાવી લીધુ છે. આ કડીમાં ફિલ્મકાર પ્રત્યુષ ઉપાધ્યાયએ કોરોના વાઈરસની મહામારી પર આધારિત પોતાની આગામી ફિચર ફિલ્મની ઘોષણા કરી છે. ફિલ્મના માધ્યમથી આ જોખમી બિમારીની પાછળના રહસ્યો ઉજાગર કરશે.

જો કે ઉપાધ્યાયએ હજી ફિલ્મના નામની જાહેરાત કરી નથી. આ ફિલ્માં નિકિતા રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જયારે પરિયોજના અને ફિલ્મ સંબંધિત અન્ય જાણકારી ટૂંક સમયમાં આપશે. આ સાથે ફિલ્મકારે કહ્યું કે કોરોના મહામારી અંગે કેટલાક રહસ્યો છે, જેને જનતાથી છુપાવવામાં આવ્યાં છે, તે રહસ્યો જ તેમની ફિલ્મનો વિષય રહેશે.

પ્રત્યુષા ઉપાધ્યાયે વધુમાં કહ્યું કે, 'જયારે મે આ ફિલ્મનો કોન્સેપ્ટ અને ટ્રિટમેન્ટ પર આવ્યો તો મને લાગ્યું કે મારે આ વિષયને બને તેટલો જલ્દી લોકો સુધી પહોંચાડવો છે. લોકોએ કોરોના મહામારી પાછળનુ રહસ્ય જાણવું જોઈએ, જેને હજૂ સુધી લોકોથી છુપાવવામાં આવ્યું છે.'

તેમણે ઉમેર્યુ કે, 'એક નિર્દેશક તરીકે આ મારો બીજો પ્રોજેક્ટ છે. મેં 'સિક્રેટ સાંતા' નામની એક વેબ સીરિઝમાં પ્રોડયુસર અને નિર્દેશખ તરીકે કામ કર્યુ છે. પરંતુ તેના પર હજી કામગીરી થઈ રહી છે અને જલ્દી તે પણ રિલીઝ થઈ જશે'

પ્રત્યુષા ઉપાધ્યાયની સિક્રેટ સાંતા વેબ સીરિઝ

પ્રત્યુષા ઉપાધ્યાય અને તેમની ટીમે કોરોના આધારિત ફિલ્મ પર કામ શરૂ કરૂ દીધુ છે. તેની સ્ક્રિપ્ટ પર કામ કામ ચાલી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details