ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના વાયરસને લઇ દીપિકાએ શેર કરી તસવીર - રણવીર સિંહ

દીપિકા પદુકોણે તેના ઇન્સ્ટ્રાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તેના કપડાં કબાટમાંથી બહાર પડેલા દેખાય છે. જેમાં તેને કેપ્શનમાં કહ્યું કે, કોરોનાને કારણે તે તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તેના કબાટની સફાઇ કરી રહી છે.

corona
કોરોના વાયરસ

By

Published : Mar 16, 2020, 1:05 PM IST

Updated : Mar 16, 2020, 1:23 PM IST

મુંબઇ : બોલીવુડ અભિનેત્રી દીપીકા પદુકોણ સોશિયલ મીડિયામાં એકટિવ હોય છે. જેમાં અભિનેત્રી પોતાની અંગત અને વ્યવસાયિક જીવન સાથે જોડાયેલી તમામ માહિતી તેના ચાહકો સાથે શેર કરતી હોય છે, ત્યારે દીપીકા પદુકોણે તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢી અને તેના કબાટની સફાઇ કરી રહી છે. મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ગભરાઇ ગઇ છે. જેમાં ફિલ્મ, ટીવી અને ડિજિટલ શુટિંગ પણ બંધ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાનો કહેરમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 100 થી વધી ગઈ છે. દીપીકા પદુકોણે કોરોના વાઇરસના કારણે પોતાની ફ્રાંસની યાત્રા પણ રદ કરી દીધી છે. તે ત્યાં પેરીસ ફેશન વીકમાં ભાગ લેવાની હતી.

અભિનેત્રી છેલ્લે મેધના ગુલઝારની ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. હવે તે કબીરખાનની ફિલ્મ '83' માં રણવીર સિંહ સાથે જોવા મળશે. જેમાં તે રણવીરની પત્નીની ભૂમિકા નિભાવશે.

આ ફિલ્મ 1983ના વિશ્વકપમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત પર આધારિત છે. જેમાં રણવીર કપિલદેવની ભૂમિકામાં જોવા મળશે.

Last Updated : Mar 16, 2020, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details