બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યને કોરોના સર્વાઇવર સુમિતિ સિંહ કરી વાતચીત - બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન
દેશભરમાં કોરોના વાઇરસના લીધે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે હવે કાર્તિક આર્યને કોરોનાથી બચવા માટે લોકોને જાગૃત કરવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે. તેણે 'કોકી પૂછેગા' નામની એક સીરીઝ શરૂ કરી છે. તેમાં તે કોરોના સર્વાઇવરના ઇન્ટરવ્યું લઇ રહ્યા છે. પહેલા એપિસોડમાં તેણે અમદાવાદની કોરોના દર્દી સુમિતિ સિંહનું ઇન્ટરવ્યૂ લીધું હતું.
બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યને લીધો કોરોના સર્વાઇવર સમિતિ સિંહનું ઇન્ટરવ્યૂ
અમદાવાદ: કાર્તિક આર્યનના પહેલા એપિસોડમાં અમદાવાદની સુમિતિ સિંહનો ઇન્ટરવ્યું લેવામાં આવ્યું હતું. કાર્તિકે જણાવ્યું કે, સુમિતિ ટૂથબ્રશ સુધી ઓર્ગેનિક ઉપયોગ કરતી હતી, તે સંપૂર્ણ રીતે હાઇઝીન મેન્ટેંન કરતી હતી અને વિટામીનની ગોળીઓ પણ લે છે, તેમ છતાં પણ તેને કોરોના થયો હતો. તેણે આ અંગે જણાવ્યું કે, સુમિતી ટ્રાવેલ લવર છે, જેની કિંમત તેને ચૂકવવી પડી, તે ફિનલેન્ડ ગઇ હતી, ત્યાંથી તે કોરોના પોઝિટિવ થઇને આવી હતી.
Last Updated : Apr 12, 2020, 7:17 PM IST