મુંબઇ: દુનિયામાં કોરોના વાયરસના ચેપથી મૃત્યુ થનાર લોકોની સંખ્યા વધી રહી છે. જેને રોકવા અનેક પ્રયાસ થઇ રહ્યાં છેે. ત્યારે PVR સિનેમાએ ગુરૂવારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, 3 રાજ્યોના સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ રહેશે. જેમાં દિલ્હી, કેરળ અને જમ્મુ કશ્મીરના સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ રહેશે. તેમજ 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે
કોરોના ઇફેક્ટઃ 31 માર્ચ સુધી દિલ્હી બંધ રહેશે, કેરળ, જમ્મુ-કાશ્મીરના સિનેમા બંધ - PVR સિનેમા
કોરોના વાયરસના ચેપથી મૃત્યુ થનાર લોકોની સંખ્યા વધી રહી છે. જેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તેને ચેપીરોગ જાહેર કર્યો છે, ત્યારે PVR સિનેમાએ પણ જાહેરાત કરી છે કે, દિલ્હી, કેરળ અને જમ્મુ-કાશ્મીરના સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ રહેશે.
કોરોના
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કોરોનાને ચેપીરોગ જાહેર કર્યો છે. જેને લઇને સૂર્યવંશીની રિલીઝ ડેટ પણ પાછળ ખસેડવામાં આવી છે. આ બાબતને લઇ અક્ષય કુમારે ટ્વીટ કર્યું કે,'આપણી સલામતી આપણે પહેલાં કરવી જોઇએ, સલામત રહો, તમારી સંભાળ રાખો.'
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 31 માર્ચ સુધી રાજ્યની તમામ શાળાઓ અને સિનેમાઘરો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.