મુંબઈ: મુંબઇ પોલીસ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે અભિનેત્રી કંગના રનૌતને પૂછપરછ માટે બોલાવી શકે છે. અભિનેત્રીએ પોલીસ સ્ટેશન જઇ આ કેસ અંગે પોતાનું નિવેદન આપવાનું રહેશે.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસ કંગનાની કરશે પૂછપરછ - મુંબઇ પોલીસ કંગનાની પૂછપરછ
અભિનેત્રી કંગના રનૌતની સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ પૂછપરછ હાથ ધરશે. આ કેસમાં અત્યાર સુધીમાં આદિત્ય ચોપરા, રાજીવ મસંદ, સંજય લીલા ભણસાલી સહિત 39 લોકોના નિવેદન લેવાઇ ચૂક્યા છે.
સુશાંત સિંહ રાજપૂતના નિધનના એક દિવસ બાદ કંગનાએ તેના સોશિયલ મીડિયા પર 2 મિનિટનો વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે સુશાંતની આત્મહત્યાને લઇને અનેક વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા. તેણે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને સુશાંતના નિધન માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે સુશાંત તેના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એવા સંકેત પણ આપી રહ્યો હતો કે તેને ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
મુંબઇ પોલીસ આ મામલે અત્યાર સુધીમાં આદિત્ય ચોપરા, રાજીવ મસંદ, સંજય લીલા ભણસાલી સહિત 39 લોકોના નિવેદન લઇ ચૂકી છે. તેમજ 3 મનોવિજ્ઞાનના ડૉકટરો અને 1 થેરાપિસ્ટના પણ નિવેદન લેવામાં આવ્યા છે.