હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ હવે 'બાહુબલી' ફિલ્મ નિર્માતા એસ.એસ.રાજામૌલી સાથે નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, અને ચાહકો તેને લઈને ખુશ દેખાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, ઘણા અહેવાલો આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સાઉથ સિનેમાના આ બે સ્ટાર્સ સાથે કામ કરવા જઇ રહ્યા છે. બધી અફવાઓનો અંત લાવતા રાજામૌલીએ એક ઇન્ટરવ્યૂમાં આ વાતની પુષ્ટિ કરી છે.
ફિલ્મ નિર્માતાએ કહ્યું, 'હવે અફવાઓ નથી રહી. વાત એ છે કે, હું મહેશ બાબુને દિગ્દર્શિત કરીશ અને તેમને કેએલ નારાયણ બનાવીશ. 'RRR' પછી આ મારી આગામી ફિલ્મ હશે.જોકે ફિલ્મનું શિર્ષક હજી પસંદ કરવામાં નથી આવ્યું અને તેની સત્તાવાર ઘોષણા આવતા વર્ષે કરવામાં આવશે અને 2022 થી શૂટિંગ શરૂ થશે.