મુંબઇઃ કેટલાંક અંદજો અને રિપોર્ટ્સ બાદ ફિલ્મ નિર્માતા શૂજિત સિરકાર અને તેમના લીડ એક્ટર્સ આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચને કન્ફર્મ કર્યું છે કે, તેમની અપકમિંગ કોમેડી-ડ્રામા ફિલ્મ 'ગુલાબો-સિતાબો' સીધી ઓટીટી-સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઇ રહી છે.
કોમેડી ફિલ્મને પીકૂ ફેમ જૂહી ચતુર્વેદીએ લખી છે. આ 12 જૂને અમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે.
બિગ બીએ ફિલ્મ વિશે કહ્યું કે, ગુલાબો સિતાબો જીવનની ઝલક છે, એ સ્ટોરી જે પરિવારોને જરૂર જોવી જોઇએ.
આયુષ્માને જણાવ્યું કે, ગુલાબો સિતાબો તેમના માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે, કારણ કે, તેના દ્વારા તે પોતાના ડેબ્યુ ડિરેક્ટર શૂજિતની સાથે ફરી એકવાર કામ કરી રહ્યા છે અને મિસ્ટર બચ્ચનની સાથે સ્ક્રીન શેર કરીને પોતાનું બાળપણનું સપનું પણ પુરું થયું છે.
ગુલાબો સિતાબો આ વર્ષના અંતમાં થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર હતી, પરંતુ કોવિડ 19 મહામારીને લીધે તેની ખરાબ અસર થઇ છે.
ડિજિટલ રિલીઝને લીધે લગભગ 200 દેશોની અલગ-અલગ જગ્યાએ લોકો ગુલાબો સિતાબોને જોઇ શકશે.
રાઇઝિંગ સન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ રૉની લાહિરી અને શીલ કુમારે નિર્મિત કરી છે.