ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સલમાન ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ, લૂંટ અને હિંસાના ગંભીર આરોપ લાગ્યા - Bhaijaan

મુંબઇઃ બૉલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની લાઇફમાં મુશ્કેલીઓ જાણે ઘર કરી ગઇ હોય તેમ એક પછી એક ત્રાટક્યા જ કરે છે, ત્યારે તેના વિરૂદ્ધ ફરીથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે મુંબઇના એક શખ્સે સલમાન વિરૂદ્ધ લૂંટફાટ, હિંસા જેવી ગતિવિધિઓ અને ધાક-ધમકીને લઇ ફરિયાદ દાખલ કરી છે.

ફાઇલ ફોટો

By

Published : Jun 26, 2019, 8:33 AM IST

વધુમાં જણાવીએ તો સુપરસ્ટાર સલમાન ખાનને હાલમાં જ કાળિયાર હરણ શિકાર કેસમાં કોર્ટ તરફથી રાહત મળી છે. તેના પર આરોપ હતો કે, સલમાને લાઇસન્સ ખોવાઇ જવાની વાતને લઇ કોર્ટમાં જે એફિડેવિટ રજૂ કર્યું હતું તે ખરેખર સાચું ન હતુ. સલમાન છેલ્લા ઘણાં દિવસોથી પોતાના જ બૉડિગાર્ડને મારવાના સમાચાર સામે આવી રહ્યા હતા. સલમાને પોતાના જ બૉડિગાર્ડને થપ્પડ મારી હતી. હવે જો આ તાજા મુદ્દાની વાત કરવામાં આવે તો તેમના પર સીનિયર જર્નાલિસ્ટ અશોક પાંડેએ કેસ દાખલ કર્યો છે. અશોકના વકીલ નીરજ ગુપ્તા અને નિશા અરોરાએ જણાવ્યું હતું કે, સલમાન વિરૂદ્ધ IPC ધારા 323, 392, 426 અને 506 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે 12 જૂલાઇ 2019ના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે. અશોકે અંધેરીના મૈટ્રોપૉલિટિયન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી છે.

સૌઃ ટ્વિટર

વર્ક ફ્રન્ટની જો વાત કરીએ તો સલમાનની ફિલ્મ 'ભારત' હાલમાં જ બૉક્સ ઓફિસ પર ધુમ મચાવી હતી અને તેને ક્રિટિક્સ તરફથી પણ ઘણી વાહ-વાહી મળી હતી. એટલું જ નહીં આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર પણ સારો એવી કમાણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details