હાજીપુર: બિહારના વૈશાલી જિલ્લાની એક કોર્ટમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં અભિનેતા સલમાન ખાન, નિર્દશક કરણ જોહર, સાજીદ નડિયાદવાલા સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સુશાંત આત્મહત્યા કેસ: બિહારમાં કરણ જોહર, સલમાન સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ - Salman Khan
હાજીપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભાજપ નેતા ડૉ. અજીત કુમારે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસ અંતર્ગત બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, નિર્દશક કરણ જોહર, એકતા કપૂર, સંજયલીલા ભણસાલી, આદિત્ય ચોપડા, સાજીદ નડિયાદવાલા, ભૂષણ કુમાર અને દિનેશ વિજાન વિરુદ્ધ મંગળવારે ફરિયાદ દાખલ કરાઈ છે.

sushant
ભાજપ નેતા ડૉ. અજીત કુમાર દ્વારા ફરિયાદ દાખલ કરાઇ છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી, પરંતુ સુશાંતને કાવતરું કરીને અને ત્રાસ આપીને આત્મહત્યા કરવા મજબૂર કર્યો છે. જેથી એની તપાસ થવી જોઈએ. મહત્વનું છે કે, આ ફરિયાદ પર આગામી સુનાવણી 8 જુલાઇએ રાખવામાં આવી છે.