મુંબઇ: ફોક્સ સ્ટાર હિન્દીના આગામી વેંચર 'લૂટકેસ', જે તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તારીખ જાહેર કરી છે. ફિલ્મના ટ્રેલરને તેની વિચિત્ર અને અસામાન્ય સ્ટોરી માટે ઘણી પ્રશંસા મળી છે અને હવે આ ફિલ્મ 31 જુલાઈ 2020ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝનીપ્લસ હોટસ્ટાર પર આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી રૂપે રિલીઝ થશે.
'લૂટકેસ'માં મધ્યમ પરિવારની સ્ટોરી બતાવવામાં આવી છે. તે એક કોમેડી ફિલ્મ છે, જેમાં વ્યક્તિને પૈસાથી ભરેલી સૂટકેસ મળે છે.