ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કૉમેડિયન ભારતી સિંહ અને તેમના પતિની જામીન અરજી પર આજે સુનાવણી - પતિ હર્ષ લિંબાચિયા

ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. હવે બંન્નેની અરજી પર આજે સુનાવણી થશે. ત્યારબાદ જાણવા મળશે કે, ભારતી સિંહને આગળ રાહત મળશે કે કેમ...

NCB arrests Bharti Singh'
NCB arrests Bharti Singh'

By

Published : Nov 23, 2020, 8:31 AM IST

  • કૉમેડિયન ભારતી સિંહ અને તેમના પતિની માદક પદાર્થ મામલે ધરપકડ
  • દંપતિના વકીલ અયાઝ ખાને જામીન અરજી દાખલ કરી
  • જામીન અરજી પર આજે સુનાવણી

મુંબઈ: કૉમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ લિંબાચિયાને એનસીબીએ માદક પદાર્થ મામલે ધરપકડ કરી હતી. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ દંપતિના વકીલ અયાજ ખાને જામીન અરજી દાખલ કરી હતી. મેજીસ્ટ્રેટની અદાલતે 23 નવેમ્બર એટલે કે, આજે અરજી પર સુનાવણી કરશે.

4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં

મુંબઈની એક અદાલતે કૉમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. NCB એ શનિવારના રોજ સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહના પ્રોડ્ક્શન ઓફિસ અને ઘર પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન બંન્ને જગ્યાએથી ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ ભારતી સિંહ અને તેમના પતિ હર્ષની ધરપકડ કરવામાં આવી હતી. જામીન અરજી પર આજે સુનાવણી કરશે. એનસીબીએ ભારતીની શનિવારના રોજ ધરપકડ કરી હતી. ત્યારબાદ રવિવાર સવારે તેમના પતિની ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે બપોરના દંપતિને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એનસીબીના અભિયોજક અતુલ સારપાંડેએ જણાવ્યું હતુ કે, અદાલતે બંન્નેને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

મેજીસ્ટ્રેટની અદાલતે 23 નવેમ્બરે આ અરજી પર સુનાવણી

જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ દંપતિના વકીલ અયાઝ ખાન દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. મેજીસ્ટ્રેટની અદાલતે 23 નવેમ્બરે આ અરજી પર સુનાવણી કરશે. તપાસ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, એક બાતમીના આધારે શનિવારના રોજ એનસીબીએ મનોરંજન જગતના નશીલા પર્દાર્થોનું સેવનની તપાસ મામલે ભારતી સિંહના ઘર અને ઓફિસ પર દરોડા પાડતા બંન્ને જગ્યાએથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંજો 1000 ગ્રામ સુધી હોય તો ઓછી માત્રા મનાય છે. આ ગુના બદલ છ મહિનાની જેલ અથવા રૂપિયા 10 હજારનો દંડ અથવા બંને થઈ શકે છે. કોઈ વ્યક્તિ પાસેથી 20 કિલો કે તેનાથી વધુ ગાંજો મળે તો 20 વર્ષ સુધી જેલ થઈ શકે છે. તેનાથી ઓછો, પણ લઘુતમ માત્રાથી વધુ ગાંજો રાખવા બદલ 10 વર્ષની જેલ થઈ શકે છે.

ભારતી સિંહ ટીવી પર કેટલાક કૉમેડી અને રિયાલિટી શોમાં જોવા મળે છે. એનસીબીએ જૂન મહિનામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલિવૂડમાં નશીલા પદાર્થોના કથિત સેવનની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details