ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એનસીબીની કડક કાર્યવાહી, ધરપકડ બાદ ભારતી અને પતિ હર્ષને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડ્યા - બોલીવુડનાસમાચાર

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓ મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગયા છે. આપને જણાવી દઈએ કે, બંન્નેની શનિવારના રોજ ગાંજો રાખવા મામલે ધરપકડ કરવામાં આવી હતી.

મેડિકલ તપાસ માટે ભારતી અને તેમના પતિ હર્ષને હોસ્પિટલ લઈ ગઈ એનસીબીની ટીમ
મેડિકલ તપાસ માટે ભારતી અને તેમના પતિ હર્ષને હોસ્પિટલ લઈ ગઈ એનસીબીની ટીમ

By

Published : Nov 22, 2020, 12:27 PM IST

Updated : Nov 22, 2020, 5:01 PM IST

  • ડ્રગ્સ મામલે કોમેડિયન ભારતી સિંઘ NCB ના સકંજામાં
  • ડ્રગ્સ મુદ્દે કરી રહી છે તપાસ
  • સુશાંત સિંહના મોત બાદ ગરમાયું છે ડ્રગ્સ કનેક્શન

મુંબઈ: કૉમેડિયન ભારતી અને તેમના પતિ હર્ષને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારી મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહના પ્રોડક્શન ઓફિસ અને ઘરે દરોડા પાડ્યા હતા. બંને જગ્યાએથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેમજ ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયા બંનેએ ગાંજાના સેવનનો સ્વીકાર કર્યો છે, ત્યારબાદ ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ મુદ્દે કરી રહી છે તપાસ

એનસીબીએ શનિવારના રોજ સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહના પ્રોડ્ક્શન ઓફિસ અને ધર પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન બંન્ને જગ્યાએથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ ભારતી સિંહ અને તેમના પતિ હર્ષની ધરપકડ કરવામાં આવી હતી.આપને જણાવી દઈએ કે, બૉલીવુડમાં ડ્રગ્સ મામલે એનસીબી અત્યારસુધીમાં અનેક બોલીવુડ સ્ટારની પુછપરછ કરી ચૂકી છે.

આ પણ વાંચો :

Last Updated : Nov 22, 2020, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details