ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમેરિકન અભિનેતા કોલ સ્પ્રોઉસે તેમના પર લાગેલા જાતીય સતામણીના આરોપ નકાર્યા - 'ફાઇવ ફીટ અપાર્ટ' સ્ટાર કોલ સ્પ્રાઉઝ

'ફાઇવ ફીટ અપાર્ટ' સ્ટાર કોલ સ્પ્રાઉઝ અને તેના 'રિવરડેલ' કો-સ્ટાર પર અજાણી મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને ટ્વિટર પર અભિનેતાના આ વાતને નકારી હતી.અભિનેતાએ કહ્યું કે, આ તમામ આક્ષેપો ખોટા છે અને આપેલી માહિતી ખોટી છે.

અમેરિકન અભિનેતા કોલ સ્પ્રોઉસે તેમના પર લાગેલા જાતીય સતામણીના આરોપને નકાર્યા
અમેરિકન અભિનેતા કોલ સ્પ્રોઉસે તેમના પર લાગેલા જાતીય સતામણીના આરોપને નકાર્યા

By

Published : Jun 23, 2020, 6:49 PM IST

વોશિંગ્ટન: અમેરિકન અભિનેતા કોલ સ્પ્રોઉસએ બધા આરોપને નકાર્યા છે કે, જેમાં તેના અને તેમના 'રિવરડેલ' કો-સ્ટાર્સ સામે જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

હોલિવૂડ મીડિયાના રિપોર્ટ્ અનુસાર, 27 વર્ષીય અભિનેતાએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું, 'આજે સવારે મારા અને મારી ફિલ્મના ત્રણ કાસ્ટ સભ્યોને અજાણ્યા ટ્વિટર એકાઉન્ટ પરથી ખોટા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. હું આ આરોપોને ખૂબ ગંભીરતાથી લઉ છું અને તેના મૂળ સુધી પહોંચવા માટે હું યોગ્ય ટીમ સાથે મળીને કામ કરીશ. '

પૂર્વ ડિઝની સ્ટારે તમામ ખોટા આક્ષેપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે, આવા લોકો સાચા પીડિતોને ઘણું નુકસાન પહોંચાડે છે.

સ્પ્રોઉસે વધુમાં જણાવ્યું કે, હું ઇચ્છું છું કે, લોકો આ લગાવેલા ખોટા આરોપ પર ધ્યાન આપે, કારણ કે, આપેલી માહિતી હકીકતમાં ખોટી છે. આ મને અને મારા સાથીઓને બદનામ કરવા માટે આરોપ લગાવ્યો છે.

રવિવારના રોજ, વિક્ટોરિયા નામની એક મહિલાએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે, ન્યૂયોર્ક યુનિવર્સિટીના ડોમમાં પાર્ટી કર્યા પછી તે બંને અભિનેતા રૂમમાં પાછા ફર્યા, ત્યારે સપ્રાઉસએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.

બીજી મહિલાએ 'રિવરડેલ' સ્ટાર કેજે અપા પર આરોપ લગાવ્યો હતો.પરંતુ પાછળથી તે ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યું કારણ કે, એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details