જાણીતા ડાયરેક્ટર શેખર કપૂર 49 લોકો દ્વારા લખાયેલા પત્રની તરફેણમાં નહોતા. જેથી તેમણે તેની વિરુદ્ઘ ટ્વીટ કરતાં લખ્યું કે, 'ભાગલાના સમયે શરણાર્થી બની જીવન શરૂ કર્યું. માતા-પિતાએ પોતાના બાળકો માટે તમામ પ્રયત્નો કર્યા. હું હંમેશા 'બુદ્ધિજીવીઓ'ના ડર હેઠળ જીવ્યો છું. કેમે હંમેશા મને તુચ્છ અને નાનો હોવાનો અહેસાસ કરાવ્યો. બાદમાં તેઓ અચાનક મારી ફિલ્મોના કારણે મને ભેટી પડ્યાં. હું હજી પણ તેમનો ડર લાગે છે. તેમને ભેટવું એ સાંપને ડંખ મારવા જેવી વાત છે. હાલ હું એક શરણાર્થી છું.'
શેખર કપૂરના ટ્વીટ પર જાવેદ અખ્તર ગુસ્સે થયા અને તેમનો માનસિક રીતે અસ્વસ્થ કહી દીધા. જાવેદ અખ્તરે કહ્યું કે, 'હજુ પણ શરણાર્થી હોવાનો અર્થ શું છે? શું તેનો મતલબ એ છે કે હજી પણ તમે પોતાને ભારતીય નહીં પણ બહારના માનો છો અને કેમ તેમને ભારત માતૃભૂમિ નથી લાગતી? જો તમને ભારતમાં શરણાર્થી જેવું લાગતું હોય તો શરણાર્થી જેવું ક્યાં નહીં લાગે, પાકિસ્તાનમાં?'