સમિતિએ ફૈંટમ ફિલ્મના એક પૂર્વ કર્મચારી દ્વારા તેમના પર લગાવેલા આરોપની તપાસ કરી હતી. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ ગ્રુપ CEO શિવાશીષ સરકારે કહ્યું કે, “આ સત્ય છે કે, ICCએ વિકાસને દોષમુક્ત કર્યો છે.”
યૌન ઉત્પીડન મામલે ડિરેક્ટર વિકાસ બહેલને મળી ક્લીન ચીટ - gujarat
મુંબઈઃ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અનુસાર દિગ્દર્શક વિકાસ બહલને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટની આતંરિક ફરિયાદ સમિતી ICC દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે.
વિકાસ બહેલને મળી ક્લીન ચીટ
‘ક્વીન’ જેવી ફિલ્મનું નિર્દેશન કરી ચૂકેલા વિકાસ બહલ પર 2015માં ગોવા ટ્રીપ સમયે એક મહિલાની છેડતી કરવાનો આરોપ લાગ્યો હતો. 2 વકીલ સાથે મળી મહિલા સમિતી આ કેસની તપાસ કરે છે.
ક્લીન ચીટને પગલે બહલને ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ ‘સુપર 30’ માટે ક્રેડિટ પણ આપવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. જેમાં દિગ્દર્શકના રૂપમાં વિકાસનું નામ આવશે.