મુંબઈ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ધર્મા પ્રોડક્શનના પૂર્વ કાર્યકારી નિર્માતા ક્ષિતિજ પ્રસાદને એજન્સી દ્વારા અપમાનિત અને ત્રાસ આપવાનારા દાવાઓનું ખંડન કર્યું છે. તે સંપુર્ણ પણે ખોટું જણાવ્યું છે.
NCBએ ક્ષિતિજની શનિવારના રોજ ધરપકડ કરી હતી. NCBએ એક નિવેદનમાં કહ્યું કે, કથિત રીતે ક્ષિતિજનના વકીલ સતીશ માનેશિંદે દ્વારા જાહેર કરાયેલા સમાચારોમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, NCBની મુંબઈ જોનલ યૂનિટના અધિકારીઓએ ક્ષિતિજને અપમાનિત અને ત્રાસ આપ્યો હતો.
આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે. NCBએ ક્ષિતિજની એટલા માટે ધરપકડ કરી હતી કે, તેમની પાસેથી કેટલાક સબુતો મેળવ્યા હતા. NCBનું નિવેદન ક્ષિતિજના વકીલ સતીશ મનેશિંદેના એ આરોપ બાદ આવ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે,પુછપરછ દરમિયાન કરણ જોહરનું નામ લેવા પર દબાવ કરવામાં આવ્યો હતો.