ન્યૂઝ ડેસ્ક: પ્રખ્યાત સિનેમેટોગ્રાફર કે.કે. સેંથિલ કુમારે તાજેતરમાં જ નવી ફિલ્મ 'RRR' અંગે મીડિયા રૂબરૂ થયા હતાં. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, એસ.એસ. રાજામૌલીના નિર્દેશનમાં એક્શન સિક્વન્સનો મોટો ભાગ ભારે VFX (Film RRR VFX) સાથે બનાવવામાં આવ્યો છે. સાથે જ બીજી એક રસપ્રદ વાત જાહેર કરી કે, રામ ચરણ અને એનટીઆર પહેલીવાર એકસાથે જોવા મળશે અને તેમાં ભારી ટેકનીક સાથે અધરી અને કઠિન પટકથા હશે.
આ પણ વાંચો:The Kashmir Files Collection: 'ધ કાશમીર ફાઇલ્સે' 150 કરોડનો આંકડો પાર કર્યો
રામ ચરણના પરિચય એપિસોડ વિશાળ અને પડકારજનક:સેંથિલે કહ્યું, "એનટીઆર અને રામ ચરણના પરિચય એપિસોડ વિશાળ અને પડકારજનક છે. ફિલ્મમાં એનટીઆર અને ચરણ બન્ને પહેલીવાર મળે તેવી સ્થિતિ છે". આ ખાસ એપિસોડમાં VFX અને ટેકનિકલ વર્કનો સમાવેશ થાય છે. સાથે જ સેંથિલ જણાવે છે કે, અમને એપિસોડ પૂરો કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો છે.