બોલિવુડ સ્ટાર વિક્કી કૌશલ સરદાર ઉધમ સિંહની બાયોપિકમાં નજર આવશે. તેઓ ઉધમ સિંહનો રોલ ભજવી રહ્યા છે. વિક્કીનો લૂક પણ ખુબ જ આર્કષક લાગી રહ્યો છે. તેમજ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. ફિલ્મ વિવેચકે ટ્વીટ કરને જાણકારી આપી છે કે, આ ફિલ્મ 2 ઓક્ટોબર 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મ સૂજિત સરકાર દ્વારા નિર્દેશિત છે. તેમજ પ્રોડ્કશન રૌની લાહિરી કરી રહ્યા છે.
આગામી વર્ષે રિલીઝ થશે ઉધમ સિંહની બાયોપિક, તો જુઓ કેવો છે વિક્કીનો લૂક - relaesed
ન્યૂઝ ડેસ્ક: વિક્કી કૌશલની આગામી ફિલ્મ સરદાર ઉધમ સિંહની બાયોપિક 2 ઓક્ટોબર 2020ના રોજ રિલીઝ થશે. વિક્કીનો આ લૂક બધા પસંદ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સૂજિત સરકાર કરી રહ્યા છે.
![આગામી વર્ષે રિલીઝ થશે ઉધમ સિંહની બાયોપિક, તો જુઓ કેવો છે વિક્કીનો લૂક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3586212-thumbnail-3x2-vikkikaushal.jpg)
શહીદ ઉદ્યમ સિંહ ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના મહાન ક્રાંતિકારી હતા. જેમણે દેશને આઝાદ કરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ઉધમ સિંહે લિયાવાલા બાગમાં થયેલા નરસંહારના દોષી જનરલ ડાયરને લંડનમાં ગોળીઓ મારી હતી તેમજ અને નિર્દોષ લોકોના મૃત્યુનો બદલો લીધો હતો.
જણાવી દઈએ કે, આની પહેલા એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ઉધમ સિંહનો રોલ ઈરફાન ખાન ભજવી શકે છે. આ ફિલ્મ સાથે વિક્કી કૌશલ આદિત્ય ઘરની 'અશ્વત્થામા' માં પણ લીડ રોલ ભજવી રહ્યા છે. સરદાર ઉદ્યમ સિંહ ફિલ્મની સ્ટોરી રિતેશ શાહ અને શુબેન્દુ ભટ્ટાચાર્યએ લખી છે. આની પહેલા શાહે 2016 માં 'પિંક' માં સરકાર સાથે કામ કર્યું હતું અને ભટ્ટાચાર્યએ 'મદ્રાસ કૈફે' (2013) માં તેમની સાથે કામ કર્યું છે.