મુંબઇઃ બૉલિવૂડની ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરિવારના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિપોર્ટ્સ અનુસાર સરોજ ખાનનો કોરોના વાઇરસનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જોકે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
કોરિયોગ્રાફર સરોજ ખાન હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં તકલીફ
પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 71 વર્ષીય સરોજ ખાનને શ્વાસ લેવામાં તકલીફ થવાથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
71 વર્ષીય સરોજ ખાન બૉલિવૂડની પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. તેમણે વર્ષ 1983માં ફિલ્મ 'હીરો'થી કોરિયોગ્રાફર તરીકે કામ કરવાની શરુઆત કરી હતી. ગત્ત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ કલંકના ગીત પર સરોજ ખાને કોરિયોગ્રાફી કરી હતી.
આમ જોઇએ તો સરોજ ખાને બૉલિવૂડના કેટલાય ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે, પરંતુ માધુરી દીક્ષિત અને શ્રીદેવીના મોટા ભાગના ગીતો તેમણે કોરિયોગ્રાફ કર્યા છે, જે સુપરહીટ છે. જેમ કે, 'તેજાબ'નું 'એક દો તીન...', 'બેટા'નું 'ધક ધક કરને લગા...', 'મિસ્ટર ઇન્ડિયા'નું 'કાંટે નહીં કટતે...', 'ચાલબાઝ'નું 'હવા હવાઇ', 'ચાંદની'નું 'મેરે હાથો મેં નો નો ચૂડિયા', અને 'ઓ મેરી ચાંદની', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું 'મહેંદી લગા કે રખના' જેવા અનેક ગીતો બૉલિવૂડને આપ્યા છે.