પોલીસના જણાવ્યા અનુસાર સત્યેન્દ્ર ત્યાગી નામના વ્યક્તિએ રેમો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યાગીનો આરોપ છે કે, વર્ષ 2013માં રેમો સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યાર બાદ રેમોએ સત્યેન્દ્ર ત્યાગીને પોતાની આગામી ફિલ્મમાં 5 કરોડ રૂપિયાનું રોકાણ કરવા કહ્યું હતું.
- છેતરપિંડી અંગે નોંધાઈ FIR
સત્યેન્દ્ર ત્યાગીએ આરોપ લગાવ્યો છે કે, રેમોએ ફિલ્મની રજૂઆત બાદ તેને બમણી રકમ પરત કરવા જણાવ્યું હતું. પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ રેમોએ તેને પૈસા પાછા આપ્યા જ નહતા. જેથી સત્યેન્દ્ર ત્યાગીએ ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન, સિહાની ગેટમાં રેમો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો સહિતની ફરિયાદ નોંધાવી હતી.
ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન, સિહાની ગેટના SSP સુધિર કુમારે જણાવ્યું કે, કોર્ટના આદેશ બાદ રેમો ડિસુઝાએ ગુરુવારે ગાઝિયાબાદ પોલીસમાં હાજરી આપી હતી અને પોતાનો પાસપાર્ટ જમા કરાવ્યો હતો. રેમોએ જામીનની રકમ પણ જમા કરાવી હતી. પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે.