ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ખરાબ ટેસ્ટીંગ કીટને કારણે ચિરંજીવી કોરોના પોઝિટિવ આવ્યા હતા, હાલ તેઓ સ્વસ્થ - તેલુગુ ફિલ્મોના અભિનેતા કે. ચિરંજીવી

તેલુગુ ફિલ્મોના અભિનેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કે. ચિરંજીવીનો કોરોના રિપોર્ટ આગાઉ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમણે આ અંગે કહ્યું કે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તે RT-PCR કીટની ખામીના કારણે આવ્યો હતો. હાલ તેઓ સ્વસ્થ છે.

ચિરંજીવી
ચિરંજીવી

By

Published : Nov 13, 2020, 2:23 PM IST

  • તેલુગુ અભિનેતા કે. ચિરંજીવી થયા સ્વસ્થ
  • ખરાબ ટેસ્ટીંગ કીટને કારણે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • તબીબોએ ત્રણ વખત કરી તપાસ, રિપોર્ટ નિગેટિવ આવ્યો

હૈદરાબાદ: કોરોનાના કારણે ટૉલિવુડના મેગાસ્ટાર ચિરંજીવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જોકે તે બાદ ચિરંજીવીએ માહિતી આપી હતી કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, હાલ તેઓ સ્વસ્થ છે.

અભિનેતા કે. ચિરંજીવીના સ્વાસ્થમાં સુધારો

તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જોકે તે કોરોના કીટની ખામીની કારણે આવ્યો હતો. અભિનેતાએ એ ટ્વિટ કરીને કહ્યું કે, ડોક્ટરોએ તેમની ત્રણ વાર તપાસ કરી જેમાં ચેપની પુષ્ટિ થઇ નથી. તેમણે કહ્યું કે, અગાઉની તપાસમાં જે પરિણામ બહાર આવ્યા હતા તે આરટી-પીસીઆર કિટમાં ખામીના કારણે આવ્યા હતા.

લોકોને આભાર વ્યક્ત કર્યો

પ્રજા રાજ્યમ પાર્ટીના સ્થાપક અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી કોરોના પોઝિટિવ, ફેન્સ કરી રહ્યા છે સ્વસ્થ થવાની પ્રાથના

ABOUT THE AUTHOR

...view details