હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાની પત્ની સાથેની એક તસ્વીર શેર કરતાં કહ્યું કે સમય બદલાઇ રહ્યો છે, પરંતુ વસ્તુઓ એકસરખીજ રહી છે.
ચિરંજીવીએ સોશિયલ મીડિયા પર એક બે ફોટો કોલાજ શેર કર્યા છે. એક ફોટો વર્ષ 1990ની તેની 'હેપ્પી હોલિડેઝ ઇન અમેરિકા' નો છે, જ્યારે બીજો ફોટો '' જેલ 'કોરોનાના કારણે "પૂર્ણ વેકેશન 2020"ની છે.
બંને ફોટામાં ચિરંજીવી તેની પત્ની સુરેખાને રસોડામાં મદદ કરતા જોવા મળી રહયા છે. ફોટામાં અભિનેતાએ જીન્સ સાથે ડાર્ક બ્લુ રંગની ટી-શર્ટ પહેરી છે, જ્યારે તેની પત્નીએ લાલ રંગની સાડી પહેરી છે.
તેણે ફોટો કેપ્શનમાં લખ્યું છે કે "સમય બદલાય છે..વસ્તુઓ એકસરખીજ રહે છે."
આ ફોટાને ઇન્સ્ટાગ્રામ પર 224 હજારથી વધુ લાઈક્સ મળી છે. જ્યારે ટ્વિટર પર તેને 15.3 હજાર લાઈક્સ અને 1.8 હજાર લોકોએ રિટ્વીટ કરી છે.