આંધ્રપ્રદેશ: ચીરંજીવી અને નાગાર્જુન સહિતના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાંક સભ્યો આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગનમોહન રેડ્ડી સાથે મુલાકાત કરવા મંગળવારના રોજ હૈદરાબાદથી સ્પેશિયલ ફ્લાઈટથી ગરણાવરમ એરપોર્ટ પહોંચ્યા હતા. તમામ સ્ટાર્સ ફિલ્મ્સના શૂટિંગ અને થિયેટરો ખોલવાના વિષય પર વાત કરશે. તેવું માનવામાં આવી રહ્યું છે.
નિર્માતા ડી સુરેશ બાબુ, દિલ રાજુ, સી કલ્યાણ અને દિગ્દર્શકો ત્રિવિક્રમ શ્રીનિવાસ, એસ.એસ. રાજામૌલી અને અન્ય કલાકારો પણ આ મુલાકાત માટે જોડાયા હતા. બધા અમરાવતી સ્થિત મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મુલાકાત કરશે.