ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતસિંહના મોતની નિષ્પક્ષ તપાસ માટે ચિરાગ પાસવાને ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો

લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. અભિનેતાથી રાજકારણી બનેલા ચિરાગ પાસવાને સોમવારે આ મામલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂત બિહારનું ગૌરવ છે અને આખું બિહાર તેમના માટે ન્યાય માંગી રહ્યું છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી છે.

ચિરાગ પાસવાન
ચિરાગ પાસવાન

By

Published : Jun 22, 2020, 5:56 PM IST

નવી દિલ્હી: એક દિવસ અગાઉ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથેની તેમના ફોન પરની વાતચીતનો ઉલ્લેખ કરતાં ચિરાગે લખ્યું હતું કે, દરેક બિહારના સ્થાનિકો વતી હું તમને વિનંતી કરું છું કે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ જૂથવાદનો ભોગ ન બને. "

તેમણે કહ્યું કે, સુશાંત સિંહના નજીકના લોકોએ તેના આત્મહત્યા પાછળનો કારણ જણાવતા કહ્યું છે કે, તે કોઇ ષડયંત્રનો ભોગ બન્યો છે. તે માને છે કે સુશાંત ભારતીય ફિલ્મ જગતમાં જૂથવાદનો શિકાર બન્યો છે.

ચિરાગે કહ્યું કે, "સુશાંત સિંહ રાજપૂતના પરિવારની નજીક હોવાથી, હું નિશ્ચિતરૂપે જાણું છું કે તે સ્વચ્છ હૃદયનો એક મહેનતુ અને પ્રતિભાશાળી વ્યક્તિ હતો."

સુશાંતસિંહ રાજપૂતે આ મહિનાના 14 જૂનના રોજ તેના મુંબઇ નિવાસસ્થાન પર આત્મહત્યા કરી હતી.જે બાદ પોલીસ આગળની તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details