મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતનાં મોતને આજે એક મહિનો વીતી ગયો છે. 14 જૂને આ દિવસે અભિનેતા તેના બાંદ્રાના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં. હવે સુશાંતના મૃત્યુના એક મહિના બાદ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો છે.
સુશાંતની આત્મહત્યા પછી અંકિતા એકદમ તૂટી ગઈ છે. સુશાંતની આત્મહત્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ નહોતી કરી અને અંકિતા એક મહિનાથી કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ પર સક્રિય નથી. આવી સ્થિતિમાં એક મહિનો પૂરો થયા બાદ અભિનેત્રી ઇમોશનલ જોવા મળી હતી.
અંકિતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીવાનો ફોટો શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, "ભગવાન કા બચ્ચા" અંકિતાની આ પોસ્ટ પર ચાહકો ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અંકિતા લોખંડે અને સુશાંતસિંહ રાજપૂતે 'પવિત્ર રિશતા' ટીવી સિરિયલમાં સાથે કામ કર્યું હતું. બંને ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં પણ હતાં. તે દિવસોમાં એવા અહેવાલો આવ્યા હતા કે અંકિતા અને સુશાંત ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યાં હતાં, પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયુ હતું.
સુશાંતે 14 જૂને તેના બાંદ્રા ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. જેની 34 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી, મુંબઈ પોલીસ સતત સુશાંતના આત્મહત્યા કેસમાં તપાસ કરી રહી છે. સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો.