ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડનો ચોકલેટી બોય શાહિદ કપૂર આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેતાએ તેનો 41મો જન્મદિવસ (Shahid Kapoor Birthday) ઉજવ્યો હતો. આ બાદ તેની બહેનના લગ્ન હતા, આ દરમિયાન શાહિદનો પરિવાર લગ્નમાં એકઠા થયા હતા. શાહિદ અને તેની પત્ની મીરા રાજપૂતે લગ્નની તેની સુંદર તસવીરો શેર કરી હતી, જેમાં કપલની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી હતી. હવે શાહિદે શનિવારે તેના પુત્ર જૈન કપૂર સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેનાથી તેનું દિલ ખુશ છે.
જૈન લાગી રહ્યો હતો શાહિદની કાર્બન કોપી
શાહિદ કપૂરની સાવકી બહેન સનાહ કપૂર અને મયંક પાહવાના લગ્નમાં અભિનેતાની પત્ની મીરા રાજપૂત અને બાળકો મિશા કપૂર અને જૈન કપૂર ચર્ચાઓમાં હતા. લગ્નમાં મીશા તેની માતા મીરા જેવી દેખાતી હતી, જ્યારે જૈન તેના પિતા શાહિદની નકલ જેવો દેખાતો હતો. શાહિદે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Social Media) પર લગ્નની તેના પુત્ર સાથેની તસવીર શેર કરી છે. પિતા-પુત્રની આ તસવીરમાં જોઈ શકાય છે કે, ઘૂંટણ પર બેસીને શાહિદ તેના પુત્ર જૈનને ગોદમાં પકડી રહ્યો છે. પિતા-પુત્રની આ જોડી કાળા કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળી રહ્યાં છે.