ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ફિલ્મ 'છપાક' કરમુક્ત, CMએ કરી જાહેરાત - CM Bhupesh Baghel

ભોપાલ-રાયપુર: દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'છપાક' આવતીકાલથી (શુક્રવાર) સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે. આ ફિલ્મને મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ માહિતી આપી હતી.

Chhapaak tax free
છપાક ટેક્સ ફ્રી

By

Published : Jan 9, 2020, 6:10 PM IST

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે ટ્વીટ કરીને જણાવ્યું કે, "એસિડ એટેક સર્વાઇવર પર આધારિત દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરીએ દેશભરમાં રિલીઝ થઈ રહી છે. હું તેને મધ્યપ્રદેશમાં કરમુક્ત જાહેર કરું છું".

સીએમ કમલનાથનું ટ્વીટ

તેમણે વધુમાં લખ્યું કે, "આ ફિલ્મ સમાજમાં એસિડ પીડિત મહિલાઓને લઈને એક સકારાત્મક સંદેશ આપવાની સાથે-સાથે એ પીડા સહિત આત્મવિશ્વાસ, સંઘર્ષ, આશા અને જીવન જીવવાના સંકલ્પની કથા પર આધારિત છે અને આવા મામલામાં સમાજની વિચારસરણીમાં પરિવર્તન લાવવાના સંદેશ પર આધારિત છે".

તો છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે તેમના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યું.

સીએમ ભૂપેશ બઘેલનું ટ્વીટ

"સમાજમાં મહિલાઓ ઉપર એસિડથી હુમલો કરવા જેવા ભયાનક અપરાધને દર્શાવતી અને આપણા સમાજને જાગૃત કરતી હિન્દી ફિલ્મ "છપાક"ને છત્તીસ ગઢ સરકારે રાજ્યમાં કર મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. તમે બધા પણ સહપરિવાર ફિલ્મ જોવા જાવ, સ્વયં પણ જાગૃત બનો અને સમાજને પણ જાગૃત કરો.

ABOUT THE AUTHOR

...view details