મુંબઇઃ બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી મનોરંજન જગતમાં એક અલગ જ લડાઇ શરુ છે. સુશાંતના નિધનને એક મહીનાથી વધુ સમય થયો છે, પરંતુ આજે પણ દરેક વ્યક્તિના મોઢે સુશાંત સિંહ રાજપૂતનું નામ છે. હાલમાં જ લેખક ચેતન ભગતે સુશાંતની આગામી ફિલ્મને લઇને એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટનો જવાબ જ્યારે વિધુ વિનોદ ચોપડાની પત્નીએ આપ્યો તો ચેતન બગડી ગયા છે અને કંઇક એવું બોલી ગયા કે, આ ટ્વીટ વાઇરલ થવા લાગ્યું.
ચેતન ભગતે લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ આ અઠવાડિયે રીલિઝ થવાની છે. હું બધા જ ઘમંડી અને ઓવર સ્માર્ટ ફિલ્મ ક્રિટિક્સને કહેવા ઇચ્છું છું કે, તે સમજદારી પૂર્વક લખે. ઓવરસ્માર્ટ થવાની જરુર નથી. નિષ્પક્ષ અને સમજદાર બને. પોતાની બેકાર રીતોનો ઉપયોગ ન કરે. તમે આમ પણ કેટલીય જીંદગીઓ ખરાબ કરી છે. હવે અમે લોકો જોઇ લઇશું.
આ ટ્વીટ બાદ કેટલાય ફિલ્મ ક્રિટિક સહિત ટ્વીટર યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. થોડા લોકોએ ચેતનની વાત પર સહમતિ દર્શાવી છે તો અમુક લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું છે.