'ચંદા' નામની આ ફિલ્મમાં અભિનેત્રી ગુરલીન ચોપડાએ ચંદા કોચરનુ પાત્ર ભજવ્યું છે. અભિનેત્રી ગુરલીને સોશિયલ મીડિયા પર આ ફિલ્મના અમુક પોસ્ટર શેર કર્યા છે. અભિનેત્રીએ ફિલ્મનું પોસ્ટર શેયર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, "IFFI બેન્કના પૂર્વ CEO ચંદા કોચર પર બનેલી આ મારી પહેલી બાયોપિક ફિલ્મ છે"
ગોવામાં IFFIમાં ચંદા કોચરની બાયોપિક બતાવવામાં આવી - ચંદા ફિલ્મ
મુંબઈઃ IFFI બેન્કના પૂર્વ CEO ચંદા કોચરના જીવન પર આધારિત બાયોપિક ગોવામાં ચાલી રહેલા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ(IFFI)માં બતાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચંદા કોચરની 1,875 કરોડના વીડિયોકોન લોન કેસમાં સંડોવણી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તપાસ કરવામાં આવી હતી.
rre
ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મની સ્ક્રિનિંગ પર ખુશી વ્યક્ત કરતા ગુરલીને કહ્યું હતું કે,"ચંદા કોચરજી પર બનેલી અમારી ફિલ્મ ચંદા ગોવા ફિલ્મ મહોત્સવમાં બતાવવામાં આવી. મુંબઈ ભાજપની ઉપાધ્યક્ષ રીટા સિંહ પણ ત્યા હાજર હતા જેમણે ફિલ્મની પ્રશંસા કરી. ફિલ્મ જોનારા દર્શકોએ પણ મારા અભિનયના વખાણ કર્યા હતા."