મુંબઇ: બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફેફસાનાં કેન્સરથી પીડિત છે, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, હું ફિલ્મોમાંથી થોડા સમય માટે બ્રેક લઇ મેડિકલ ટ્રીટમેન્ટ માટે જઇ રહ્યો છું. આ સાથે બોલિવૂડના ચાહકો અને બોલિવૂડ સિતારા પણ ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે.
કોમલ નાહટાએ પોતાના ટ્ટિટર અકાઉન્ટ પર ટ્વીટ કરતા જણાવ્યું કે, સંજય દત્ત ફેફસાનાં કેન્સરથી પીડિત છે. જેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. ઉર્મિલા માતોંડકરે સંજય દત્તને ફાઇટર બતાવતા સોશિયલ મીડિયા પર એક જૂની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે સંજય દત્તની સાથે છે. જે ફિલ્મ 'દૌડ'ની તસવીર છે. તેણે લખ્યું કે, સંજય દતના આ સમાચાર સાંભળીને હું પરેશાન થઇ ગઇ, મને જ્યારે સમાચાર મળ્યા કે, ફેફસાનું કેન્સર છે, પરંતુ તે એક ફાઇટર છે, તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને તે આ મુશ્કેલ સમયનો અંત લાવશે. હું સંજય ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરું છું'
અભિનેત્રી મનીષા કોઇરાલાએ પણ સંજય દત્તના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી છે. મનીષા પોતે કેન્સરને હરાવી ચૂકી છે. તેમણે લખ્યું કે, અમારા પ્રિય બાબા, એટલે કે, સંજય દત્ત તેની તબિયતના સમાચાર મળ્યાં તો હું ખૂબ પરેશાન થઇ ગઇ, પરંતુ હું જાણું છું કે, તમે બહુ સ્ટ્રોન્ગ છે. તે આખી જિંદગીમાં મુસીબતો સાથે લડતો રહ્યો છો અને આ વખતે પણ જીતશેે. આ પણ તમારા માટે નવી જીત સાબિત થશે. હું તમારા માટે પ્રાર્થના કરૂ છું."
સંજય દત્ત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું કે, "મારા પ્યારા દોસ્ત સંજય મારી ઇશ્વર પાસે પ્રાર્થના છે કે, તું ઝડપથી સ્વસ્થ થઇ જા, અનુપમે સંજય દત્ત માટે મહામૃત્યુંજય મંત્ર પણ લખ્યો હતો."
આ ઉપરાંત ઘણા બોલિવૂડ સિતારાઓએ સંજય દત્તના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. સિમી ગ્રેવાલે લખ્યું કે, સંજય તારા સમાચાર સાંભળી હું ખૂબ દુઃખી છું, તને બહુ ખુશી અને શાંતિ મળે. હું તારા ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું. તું તારા બાળકોને મોટાં થતાં જોઇ અને તને ખુશીઓ મળશે."